પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન યુએમ રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર પહોંચ્યા
Live TV
-
સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર પહોંચી ગયા છે. જ્યાંથી પીએમ યુએસ રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર જશે. તે પછી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરે દ્વિપક્ષીય બેઠકો કરશે.
સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે
પીએમ મોદી એવા થોડા વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. જે 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણ બાદ અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. વિદેશ નીતિ પર નજર રાખતા નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.
બંને દેશો વચ્ચેના સંબંધોનું મહત્વ દર્શાવે છે
તો જ્યારે પીએમ મોદી એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, ત્યારે તેઓ નવા રાષ્ટ્રપતિને મળનારા વિશ્વના ફક્ત ત્રીજા નેતા હશે. આ પહેલા ફક્ત ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને જાપાનના શિગેરુ ઇશિબાનું રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણના એક મહિનાની અંદર ભારત-અમેરિકાના ટોચના નેતાઓની મુલાકાત પણ બંને દેશો વચ્ચેના સંબંધોનું મહત્વ દર્શાવે છે.
ભારતીય સમુદાયના લોકોની મુલાકાત લીધી હતી
હાલમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસ પહોંચ્યા છે. પીએમ મોદી બ્લેર હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવા ઉભેલા ભારતીય સમુદાયના લોકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે વાત પણ કરી હતી.