પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઇકાલે કેબિનેટની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અલ્પ વિકસીત વિસ્તારોમાં નવી 24 મેડિકલ કોલેજોની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ કોલેજોમાં ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીંસની સંખ્યા વધારવામાં આવશે. આશરે 15 હજાર કરોડના ખર્ચે યુવાઓ ઘરઆંગણે મેડિકલનો અભ્યાસ કરી શકે તે હેતુથી આ યોજના શરૂ કરાઈ છે. પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશીપ સ્કીમ અંતર્ગત આ યોજનાને ગઇકાલે કેબિનેટે લીલી ઝંડી આપી છે. ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તાજેતરમાં જ આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો મુજબ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના નિર્ધારિત લક્ષ્યને પહોંચી વળવા માટે રૂપિયા પાંચ કરોડથી વધારીને આઠ કરોડ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. માઇક્રોસ્મોલ મીડિયમ એન્ટર પ્રાઇઝર ડેવલપમેન્ટ એક્ટ 2006માં બદલાવ કરવા માટે મંત્રીમંડળે લીલીઝંડી આપી છે. સ્વાસ્થ્ય તથા ચિકિત્સા ક્ષેત્ર માટે માનવ સંશાધનોની ઉપલબ્ધતાને વધારવા માટેની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તથા MSMEના વર્ગીકરણ માટે માપદંડ લાવનારા પરિવર્તનને પણ મંજૂરી આપવામાં આવી છે
1. બજેટની જાહેરાતના એક અઠવાડિયામાં જ કેન્દ્ર સરકારે 24 મેડિકલ કોલેજને આપી મંજૂરી - MSMEમાં બદલાવ સાથે વર્ગીકરણ અને ઉજ્જ્વલા યોજનામાં પાંચ કરોડથી વધારી છ કરોડ કર્યા મંજૂર - કેન્દ્રીય કેબિનેટે કર્યાં મહત્વપૂર્ણ નિર્ણય.
2. પ્રધાનમંત્રીએ વિપક્ષને રાજનીતીને બદલે ગરીબ લોકોના કલ્યાણ માટેની યોજનાઓના અમલીકરણ માટે કરી અપીલ - કહ્યું કોંગ્રેસ મુક્ત ભારત મહાત્મા ગાંધીનો વિચાર.
3. કેન્દ્ર સરકારની સાડા ત્રણ વર્ષની સિદ્ધિઓને વર્ણવતાં પ્રધાનમંત્રીએ કહ્યું ગરીબ યુવાનો અને મધ્યમ વર્ગની આકાંક્ષાને સાકાર કરવા મિશનમોડમાં સરકારે આપી પાંખ.
4. નાણાંકીય વર્ષની છેલ્લી અને છઠ્ઠી દ્વિમાસિક આર્થિકનિતીની ભારતીય રીઝર્વ બેંકે કરી જાહેર - રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત.
5. સાણંદમાં પ્લાસ્ટને વાસ્ટ બનાવવા રાજય સરકાર પ્લાસ્ટિકપાર્કનું કરશે નિર્માણ - પ્લાસ્ટ ઇન્ડિયાના પ્રારંભે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની જાહેરાત - વિશ્વનું સૌથી મોટું એવું ત્રીજું પ્રદર્શન- 12 ફેબ્રુઆરી સુધી ચાલશે.
6. યુવાનોને રોજગાર આપવાના ઉદ્દેશથી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા યોજાયો જોબફેર - સ્કીલ ઇન્ડિયાનાને નવા શિખર પર પહોંચાડવાનો પ્રયાસ સરાહનીય - યુવાનોને મળી 10 હજારથી 45 હજાર સુધીની નોકરીની તકો.
7. સુરતથી શિરડીની સીધી હવાઇસેવાનો 15 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ - દક્ષિણ ગુજરાત ના સાંઇભક્તોને થશે લાભ - પ્રવાસન ઉદ્યોગને પણ મળશે પ્રોત્સાહન