પીએમ મોદી 9 ફેબ્રુઆરીથી સંયુક્ત અરબ અમીરાતની યાત્રા પર જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફીલીસ્તીન સંયુક્ત અરબ અમીરાત તેમજ ઓમાનની ચાર દીવસીય યાત્રા પર 9 ફેબ્રુઆરીએ જવા રવાના થશે. પીએમ મોદી ફીલીસ્તીન જનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બનશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફીલીસ્તીન સંયુક્ત અરબ અમીરાત તેમજ ઓમાનની ચાર દીવસીય યાત્રા પર 9 ફેબ્રુઆરીએ જવા રવાના થશે. પીએમ મોદી ફીલીસ્તીન જનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બનશે.તેમનો પશ્ચિમ એશિયાના દેશોનો પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી 10 ફેબ્રુઆરીએ ફીલીસ્તીનના રામલ્લાહ જશે. જ્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજથી ત્રણ દિવસીય સાઉદી અરબની યાત્રાએ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાઉદી નેતાઓ સાથે દ્વીપક્ષીય સંબંધ, ક્ષેત્રીય મુદ્દાઓ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી નવ ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ એશિયા ગલ્ફ અને પેલેસ્ટાઇનના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી મોદી 10 ફેબ્રુઆરીએ પેલેસ્ટાઇન પહોંચી ત્યાંના રાષ્ટ્રપતિ મહોમ્મદ અબ્બાસ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી આ સાથે ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાતની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓના આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન પેલેસ્ટાઇન જનારા ભારત દેશના / સૌ પ્રથમ પ્રધાનમંત્રી હશે. દરમિયાન જાણવા મળ્યું છે કે, પ્રધાનમંત્રી, ગલ્ફના એક દેશમાં બાપ્સ દ્વારા નિર્મિત અક્ષરધામ મંદિરનું ઉદઘાટન પણ કરશે.