પૂંછ સેક્ટરમાં એકવાર ફરીથી પાકિસ્તાને મોડીરાત્રે કર્યો ગોળીબાર
Live TV
-
ભારત વિરુદ્ધ પોતાની ઉત્તેજક પ્રવૃત્તિઓ યથાવત રાખી પાકિસ્તાને એક વખત ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે મોડી રાત્રે પૂંછના સરહદી વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીની નજીક પાકિસ્તાન તરફથી કારણ વગર ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ડીડી ન્યૂઝના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આ ગોળીબારનો સંઘર્ષ લગભગ 2200 કલાક સુધી પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. પૂંછમાં મનકોટ સેક્ટરમાં ગોળીબાર સાથે મોર્ટારનો પ્રયોગ પણ પાકિસ્તાને કર્યો હતો. જો કે સતર્ક ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તેની પહેલા કાશ્મીર ખીણ પ્રદેશમાં પુલવામા જિલ્લાના તિકેન ગામમાં સુરક્ષા દળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યાં હતા.
