પૂર્વ IAS ઓફિસર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુએ નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Live TV
-
પૂર્વ IAS ઓફિસર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુએ નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરલ કેડરના IAS ઓફિસર છે. જ્યારે સુખબીર સંધુ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે.
મહત્ત્વનું છે કે, ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે ગયા મહિને નિવૃત્ત થયા હતા, જ્યારે અરુણ ગોયલે આકસ્મિક રાજીનામું આપતા ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ ખાલી પડી હતી.
આ ખાલી પડેલ જગ્યાઓ પર નવા કમિશ્નરોની નિયુક્તિ કરવામાં આવી છે. સુખબીર સંધુ અને જ્ઞાનેશકુમારે પદભાર સંભાળતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
