પેરિસમાં ભારતનું ‘ભારત ઇનોવેટ્સ 2026’ અભિયાન લોન્ચ
Live TV
-
ભારતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત એક ભવ્ય રોડ-શો દરમિયાન તેના ડીપ-ટેક સ્ટાર્ટઅપ કાર્યક્રમ ‘ભારત ઇનોવેટ્સ 2026’ ને વૈશ્વિક રોકાણકારો અને સંસ્થાઓ સમક્ષ રજૂ કર્યો છે.
આવતા મહિને ફ્રાન્સના નીસ (Nice) શહેરમાં યોજાનારા મોટા સંમેલન પૂર્વે આ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતના શિક્ષણ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને CII ના પ્રતિનિધિઓ સહિત ફ્રાન્સની 50 થી વધુ અગ્રણી સંસ્થાઓએ ભાગ લીધો હતો.‘ભારત ઇનોવેટ્સ 2026’ અંતર્ગત સેમિકન્ડક્ટર, સ્પેસ, સંરક્ષણ, બાયોટેકનોલોજી અને નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન જેવા 13 મુખ્ય તકનીકી ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.આ પહેલ હેઠળ ભારતના 120 અગ્રણી ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ ને ફ્રાન્સ લઈ જવામાં આવશે, જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સંશોધન સંસ્થાઓ સાથે જોડાવાની તક મળશે.શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવોએ જણાવ્યું હતું કે, આ પહેલ ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં 'ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર' ના ઉદ્ઘાટન પ્રસંગે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. હવે આ મુખ્ય કાર્યક્રમ 14 થી 16 જૂન 2026 દરમિયાન ફ્રાન્સના નીસ શહેરમાં યોજાશે.
