પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કર્યું સંબોધન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસતાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ખેડૂતો અને કારીગરોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમણે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરીંગની કાયા પલ્ટી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી અનુસુચિત જાતી અભુદાય યોજના દ્વારા રોજગાર અને આજીવિકાના અવસરો લોકોને પ્રાપ્ત થયા છે. સાથે જ તેમણે ઓલમ્પિક અને પેરા ઓલમ્પિકમાં ભાગ લીધેલ અને સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ ખેલાડીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિશ્વ ચેસ ચેમ્પિયન ડી.ગુકેશને પણ યાદ કર્યા હતા. તો ગુજરાતના વડનગરમાં ભારતના પ્રથમ આર્કીયોલોજીકલ મ્યુઝીયમનો પણ ઉલ્લેખ કર્યો હતો.