પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનથી યુવા મોરચાની વર્ચુંઅલ બેઠક યોજાઇ
Live TV
-
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનથી યુવા મોરચાની વર્ચુંઅલ બેઠક યોજાઇ..આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુવા મોરચાની વર્ચુંઅલ બેઠક મળી હતી. 11 એપ્રિલ જ્યોતિબા ફુલે જન્મ જયંતિથી લઈ 14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ સુધી યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન મહોત્સવ ઉજવાશે.કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વેક્સિનેશન માટે યુવા મોરચા દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાશે. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચાની ટીમ, પ્રદેશ યુવા મોરચા સેલના કન્વીનર, સહકન્વીનર તેમજ જીલ્લાના પ્રભારી, સહપ્રભારી અને જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ કોરાટે બેઠકને સંબોધતા કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેક્સિનેશન ડ્રાઇવને એક મહોત્સવ તરીકે ઉજવવાનું આહ્વાન કર્યું છે. આ મહોત્સવમાં 45 વર્ષની વય ધરાવતા તેમજ તેથી વધુ વયના લોકોનો સંપર્ક કરી યુવા મોરચાના કાર્યકર્તાઓ વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. 14મી એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે યુવા મોરચા દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરશે. તે દિવશે હોસ્પિટલોમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાશે.પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ યુવા મોરચાના પદાધિકારીઓને સંગઠનાત્મક સમજ આપતા કહ્યું હતું કે, કાર્યકર્તા પદએ એક એવું પદ છે જેના પરથી કાર્યકર્તા ઈચ્છે નહીં ત્યાં સુધી એ પદ પરથી કોઈ મુક્ત નથી કરી શકતું. યુવા મોરચોએ પાર્ટીનો પાયો છે.
