Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમ માં શ્રી ભ્રમરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં કરી પૂજા-અર્ચના.

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે આંધ્રપ્રદેશના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ નંદ્યાલ જિલ્લાના શ્રીશૈલમમાં શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી. ભાજપના નેતાઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પંચમુરાલુ (ગાયના દૂધ, ગાયના દૂધમાંથી બનેલું દહીં, ગાયનું ઘી, મધ અને ખાંડનું બનેલું પવિત્ર મિશ્રણ) સાથે દેવતાનું રુદ્રાભિષેક કર્યું. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ તેમની સાથે હતા. 

    આંધ્રપ્રદેશનું મલ્લિકાર્જુન સ્વામી મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક અને 52 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરની એક અનોખી વિશેષતા એ છે કે એક જ પરિસરમાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠનું સહઅસ્તિત્વ છે, જે તેને સમગ્ર દેશમાં તેના પ્રકારના એકમાત્ર મંદિરોમાંનું એક બનાવે છે. 

    પ્રધાનમંત્રીએ શ્રીશૈલમમાં, મલ્લિકાર્જુનસ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા-અર્ચના કરી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply