Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ આજે બપોરે હોસપેટ અને સિંધાનુર ખાતે જનસભાને કરી સંબોધિત

Live TV

X
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાબડતોબ રેલીઓ અને રોડ શોથી કર્ણાટકનો ચૂંટણી માહોલ ગરમાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે હોસપેટ અને સિંધાનુર ખાતે એક જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આજે ભારત આગળ વધી રહ્યું છે. ભાજપે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે. એટલું જ નહિ, ભાજપે જ વિજયનગરને જિલ્લો બનાવવાનું કામ કર્યું છે. તો આ અગાઉ પ્રધાનમંત્રીએ ચિત્રદુર્ગમાં જનસભાને સંબોધતાં કહ્યું કે, આ વખતની ચૂંટણી નક્કી કરશે કે હવેના 25 વર્ષોમાં કર્ણાટક વિકાસની કઈ ઊંચાઈ પર હશે. તો પ્રધાનમંત્રી હવે સિંધાનૂરમાં જનસભા સંબોધશે. 

    જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મૈસૂર જિલ્લામાં વરૂણા વિધાનસભા બેઠક માટે સૂતૂરુ અને ચામરાજનગરના કોલેગંજમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરશે. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે માંડ્યામાં જનસભા કરશે અને ચિંતામણી, હોસ્કોટે અને સી.વી.રમણનગરમાં રોડ શો કરશે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી બે જનસભાઓ સંબોધશે અને ચિકમંગલૂરમાં રોડ શો કરશે. જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી અને જનતાદલ સેક્યૂલરના નેતા એચ.ડી. દેવગૌડા અલગ અલગ સ્થળે જનસભાઓ અને રોડ શો કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply