પ્રધાનમંત્રીએ ગોરખપુરમાં નવનિર્મિત ખાતર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશનાં ગોરખપુર ખાતે પહોંચીને રૂપિયા 9600 કરોડની વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગોરખપુર ખાતે ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટ વાર્ષિક 14 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનાં ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. 2015માં પ્રધાનમંત્રી મોદીએ જ આ પ્લાન્ટની આધારશિલા મુકી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુર એઇમ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
એમ્સ નિર્માણ માટે પણ રૂપિયા 100 કરોડથી વધુ ખર્ચ થયા છે. પ્રધાનમંત્રીએ આ પરિસરની આધારશિલા પણ વર્ષ 2016 માં મૂકી હતી. તેમજ પ્રધાનમંત્રી ક્ષેત્રીય ચિકિત્સા અનુસંધાન કેન્દ્રના નવા ભવનનું પણ લોકાર્પણ કર્યું હતું. આઇસીએમઆરના પ્રાદેશિક એકમનું પ્રાદેશિક એકમ કાર્યાન્વિત થતાં વિસ્તારની તબીબી સેવાને મદદ મળશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર બમણી ગતિથી કામ કરતી હોય છે. વિકાસ તેને જ કહેવાય કે જેનો લાભ બધા સુધી પહોંચે. તેમણે જણાવ્યું હતું કે, શેરડીના લાભકારી મુલ્યને પણ વધારીને રૂપિયા 350 કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં લાલ ટોપીવાળા રેડ એલર્ટ સમાન છે.
