Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ગોવા રાજ્ય સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે ગોવા રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, ગોવા તેની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસો, કુદરતી સૌંદર્ય અને મૈત્રીપૂર્ણ લોકો માટે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે.

    પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, આ દિવસ ગોવાની ઓળખ અને પ્રગતિ માટે અથાક મહેનત કરનારા તમામ લોકોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો પણ પ્રસંગ છે. તેમણે કહ્યું કે ગોવા પ્રગતિ કરતું રહે અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે.

    પ્રધાનમંત્રીએ, ગોવાના લોકોને સારા સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી.

    બીજી પોસ્ટમાં પ્રધાનમંત્રીએ, ગોવાની માતૃભાષામાં પણ શુભેચ્છા પાઠવી. તેમણે ગોવાના રાજ્ય સ્થાપના દિવસ પર સૌને અભિનંદન આપ્યા. તેમણે ગોવાની સંસ્કૃતિ, વારસો અને જીવનશૈલીની પ્રશંસા કરી અને રાજ્યના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
apply