પ્રધાનમંત્રીએ 1150 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની લક્ષદ્વીપને આપી ભેટ
Live TV
-
આઝાદી બાદ કેન્દ્રની પ્રાથમિકતા પોતાની સરકારના વિકાસની હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લક્ષદ્વીપની મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ 1150 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની લોકોને ભેટ આપી હતી. જ્યાં તેમણે જન સભાને સંબોધિત કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે આજે લક્ષદ્વીપની સવાર જોઈને હ્રદય પ્રસન્ન થયું. લક્ષદ્વીપની સુંદરતાને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. અહીંનો વિસ્તાર ઓછો છે પરંતુ લોકોના હ્રદય સમુદ્ર જેવા વિશાળ છે.
આઝાદી પછી પ્રથમ વખત લક્ષદ્વીપને ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવ્યું છે. અમારી સરકારે સમુદ્રના છેવડાના ક્ષેત્રને અન્ય વિસ્તારો સાથે જોડયા અને તેને પ્રાધાન્ય આપ્યું છે. કોચી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય, શિક્ષણ જેવી સેવાઓ વધુ સારી બનશે. લોજિસ્ટિક યોજનાઓને ફાયદો થશે ઘેર ઘેર પાણી પહોંચાડવામાં આવશે. સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. દરરોજ દોઢ લાખ લિટર પાણી પહોંચાડવા માટેના પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. સરકારે ઉચ્ચર શિક્ષણ માટે નવી સંસ્થાઓ શરૂ કરી છે.
પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ કરવામાં આવી રહ્યો છે. લક્ષદ્વીપમાં સંપૂર્ણપણે ઇન્ટરનેટ સેવા કાર્યરત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લક્ષદ્વીપના અધિકારને હડપનારને બક્ષવામાં નહીં આવે. પ્રધાનમંત્રીએ ઈઝ ઓફ લિવિંગ, ટ્રાવેલ અને અને ઇઝ ઓફ ડુઇંગ પર ભાર મૂક્યો હતો.
અમારી સરકારે હજ યાત્રીઓ માટે ઘણી સુવિધા વધારી છે. હજ વિઝા નિયમોને હળવા બનાવવામાં આવ્યા. અને મહેરમ વગર પણ સ્ત્રીઓ હજ કરી શકશે તે ખૂબ જ મોટો નિર્ણય રજૂ કરવામાં આવ્યો.
પી એમ આવાસ યોજના હેઠળ 70 % લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ડીબીટી દ્વારા સરકાર લાભાર્થીઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવી રહી છેપ્રધાનમંત્રીએ લક્ષદ્વીપના લોકોને વિકાસ પરિયોજનાઓ સમર્પિત કરતાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
