પ્રધાનમંત્રીએ 715 કરોડ રૂ. ના ખર્ચે તૈયાર થયેલા સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃર્વિકાસ પ્રોજેક્ટ અને એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. પ્રવાસના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રીએ તેલંગાણામાં સિકંદરાબાદ-તિરૂપતિ વંદે્ ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કરી લીલીઝંડી બતાવી હતી. અહીં તેમણે બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે મુલાકાત કરી હતી. આ 2 તેલુગુભાષી રાજ્ય તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે બીજી વંદે્ ભારત ટ્રેન છે. પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ પરેડ ગ્રાઉન્ડમાં જનસભા સંબોધી હતી.
ઉપરાંત, પ્રધાનમંત્રી 715 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃર્વિકાસ પ્રોજેક્ટ અને એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કર્યો હતો. આ રીતે તેલંગાણા પછી પ્રધાનમંત્રી આજે તમિલનાડુ પહોંચશે. અહીં પ્રધાનમંત્રી ચેન્નઈમાં શ્રીરામકૃષ્ણ મઠના 125મી વર્ષગાંઠ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. સાથે જ જાહેર સભા સંબોધ્યા પછી અનેક પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે.
