પ્રધાનમંત્રીની અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોગમ સંમેલન દરમિયાન અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોગમ સંમેલન દરમિયાન અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. રાષ્ટ્રમંડળ દેશો વચ્ચે ચાર મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન તથા અન્ય નાના વિકાસશીલ દેશોના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે પોતાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયની એક પત્રકાર પરિષદમાં પશ્ચિમી દેશોના ભારતીય સચિવ રૂચિ ઘનશ્યામે જણાવ્યું હતું કે, રાષ્ટ્રમંડળ દેશોના સહકાર તથા શાંતિથી અરસપરસ વેપાર થઈ શકે તે મુદ્દા ઓ પર વાતચીત થઈ હતી.
ગઈકાલે રાષ્ટ્રમંડળ શાસનાધ્યક્ષોની બેઠક એટલે કે ચોગમની શરૂઆત થઈ છે. બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથની હાજરીમાં આ બેઠકની ઔપચારિક શરૂઆત થઈ હતી. આ બેઠકમાં ભારત સહિત 53 દેશો ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં શાંતિ, સમૃધ્ધિ, સુરક્ષા, વેપાર તથા રોકાણો અંગે વાતચીત થઈ રહી છે.ચોગમ સંમેલન ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે પી.એમ. મોદીએ દ્વિપક્ષીય મંત્રણા માં ભાગ લીધો હતો. સાથે જ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા તથા વેપાર અંગે મંત્રણાઓ થઈ હતી. મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મોરેશિયસ ભારતનો પરંપરાગત સહયોગી દેશ છે. મોરેશિયસ સાથેનો સંબંધ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ વધુ મજબૂત બન્યો છે. ત્રિનિદાદ, ટોબેકો, બાંગ્લાદેશ સહિતના અનેક દેશોના રાષ્ટ્ર પ્રમુખો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી. તમામ દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. તમામ દેશો સાથે સંબંધો મજબૂત કરવાના હેતુથી પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી.