પ્રધાનમંત્રીની રેલ દુર્ધટનામાં મૃતકના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000 રૂ.ની સહાયની જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા દુ:ખદ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, પશ્ચિમ બંગાળમાં રેલ્વે અકસ્માત દુઃખદ છે. તેમણે તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પ્રાર્થના કરી કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય.
પ્રધાનમંત્રીએ અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે કહ્યું કે અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટના સ્થળ પર હાજર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની રકમ જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં રેલવે દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને આ રકમ આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
