પ્રધાનમંત્રી અને બીજેપી વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઈતિહાસના નિર્ણાયક વળાંક પર ઊભું છે
Live TV
-
પ્રધાનમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત આજે ઈતિહાસના નિર્ણાયક વળાંક પર ઊભું છે. આજે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ કહ્યું કે I.N.D.I. ગઠબંધનના સભ્યો તેમનો વારસો બચાવવા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ નેતાઓને દેશ અને તેના લોકોના હિતોની સૌથી ઓછી ચિંતા છે. તેમણે સમાજના નબળા વર્ગો, આદિવાસીઓ, ખેડૂતો અને મહિલાઓના કલ્યાણ માટે એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓને પ્રકાશિત કર્યા.
બાદમાં ધાર જિલ્લામાં બીજી જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ એવી અફવા ફેલાવી રહી છે કે જો, ભાજપ 400 બેઠકો જીતશે તો તે બંધારણને બદલી નાખશે. તેમણે કહ્યું કે આદિવાસી યુવાનોની ક્ષમતા જાણીને ભાજપ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય વિદ્યાલય બનાવવા પર ભાર આપી રહી છે.