પ્રધાનમંત્રી આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બજેટ પોસ્ટ વેબિનારનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10:00 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય બજેટ પોસ્ટ વેબિનારનું ઉદ્ઘાટન કરશે. આયુષ્માન ભારત ડિજિટલ મિશન, ઇ-સંજીવની અને ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામના વિષયો પર 10.45 કલાકથી 13.50 કલાક સુધી ત્રણ વિષયોનું સત્ર યોજાશે. આ વેબિનારનો ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્રે સરકારની વિવિધ પહેલોને આગળ વધારવા માટે હિતધારકોને સામેલ કરવાનો છે. પ્રધાનમંત્રીનું સંબોધન બજેટ પછીના વેબિનાર માટે સૂર સેટ કરશે. વેબિનારમાં પ્રતિષ્ઠિત વક્તાઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નીતિ આયોગ, ઉદ્યોગ મંચ, સ્ટાર્ટઅપ્સ, એકેડેમીયા વગેરેના નિષ્ણાંતો સાથે પેનલ ચર્ચા થશે. આ ઉપરાંત હિતધારકો સાથે ઇન્ટરેક્ટિવ સત્રો થશે. વિદાય સત્રની અધ્યક્ષતા સંયુક્ત રીતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ કરશે.
આ વેબિનારમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન, નેશનલ ટેલી-મેડિસિન પહેલ અને ઈ-સંજીવની તેમજ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ એમ આ ત્રણ થીમ પર બ્રેકઆઉટ સત્રો યોજાશે.
