પ્રધાનમંત્રી આવતીકાલે આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે. આંધ્રપ્રદેશમાં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ અને નાર્કોટીક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના ગુરુવાયુર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. થ્રીપ્રયાર શ્રી રામસ્વામી મંદિરમાં પણ પૂજા કરશે. કોચીની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.આ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ભારતના બંદરો, શિપિંગ અને જળમાર્ગોના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.
