Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી તમિલનાડુમાં આજે 17 હજાર 300 કરોડની વિકાસ પરિયોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તુતીકોરીનમાં રૂ. 17,300 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં દેશનું પ્રથમ હાઇડ્રોજન હબ પોર્ટ, અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ચાર-માર્ગીય અને દ્વિ-માર્ગીકરણ અને રેલ્વે લાઇનને બમણી કરવાનો સમાવેશ થાય છે.

    પ્રધાનમંત્રી ગ્રીન બોટ ઇનિશિયેટિવ હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવેઝ શિપ પણ લોન્ચ કરશે. આ જહાજ કોચીન શિપયાર્ડમાં બનાવવામાં આવ્યું છે. સ્વચ્છ ઉર્જા ઉકેલો અપનાવવા અને શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ દેશની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની દિશામાં આ એક અગ્રણી પગલું છે. પ્રધાનમંત્રી કાર્યક્રમ દરમિયાન દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દીવાદાંડીઓમાં રાષ્ટ્રને પ્રવાસી સુવિધાઓ પણ સમર્પિત કરશે.

    કાર્યક્રમ દરમિયાન,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાંચી મણિયાચ્ચી-નાગરકોઇલ રેલ્વે લાઇનના ડબલીંગના રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ રેલ્વે લાઇનમાં વાંચી મણિયાચ્ચી-તિરુનેલવેલી વિભાગ અને મેલાપ્પાલયમ-અરલવયામોલી વિભાગનો સમાવેશ થાય છે. આશરે રૂ. 1,477 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ ડબલીંગ પ્રોજેક્ટ કન્યાકુમારી, નાગરકોઈલ અને તિરુનેલવેલીથી ચેન્નાઈ તરફ જતી ટ્રેનોના પ્રવાસના સમયને ઘટાડવામાં મદદ કરશે. આ સાથેજ તીરુનેરવેલી ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરશે. 

    પ્રધાનમંત્રી તમિલનાડુમાં લગભગ રૂ. 4,586 કરોડના કુલ ખર્ચે વિકસિત ચાર રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સમાં NH-844ના જિત્તંદહલ્લી-ધરમપુરી સેક્શનને ફોર-લેનિંગ, NH-81ના મીનસુરત્તી-ચિદમ્બરમ સેક્શનને બે-લેનિંગ, NH-83ના ઓડનચત્રમ-મદાથુકુલમ સેક્શનને ફોર-લેનિંગ અને NH-83ના નાગપટ્ટિનમ સેક્શનને પહોળું કરવાનો સમાવેશ થાય છે. તંજાવુર વિભાગના દ્વિ-માર્ગીકરણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટી સુધારવા, મુસાફરીનો સમય ઘટાડવા, સામાજિક-આર્થિક વિકાસને વધારવા અને પ્રદેશમાં તીર્થયાત્રાઓને સરળ બનાવવાનો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
apply