પ્રધાનમંત્રી દ્વારા કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરાયું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના ચીકકાબલ્લાપુર જીલ્લામાં મુદૃનહળી ખાતેથી મધુસુદન સાંઇ તબીબી વિજ્ઞાન અને સંશોધન સંસ્થાનું ઉદઘાટન કર્યુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેકે દરેક ભારતીયને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બની શકે કે કેમ તે શંકાનું સમાધાન, સંકલ્પથી સિદ્ધિ અને સહુના પ્રયાસ દ્વારા થઇ શકે. સત્ય સાંઇ યુનીવર્સીટી ધ્વારા સ્થાપિત આ સંસ્થા ગરીબોને વિનામુલ્યે તબીબી શિક્ષણ અને તબીબી સારવાર પુરી પાડશે. આ મેડિકલ કોલેજમાં MBBS ની ૧૦૦ બેઠકો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદૃનહળીમાં ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરૈયાના જન્મસ્થળની મુલાકાત લીધી અને તેમની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરી.
આજે મોડેથી પ્રધાનમંત્રી બેંગલુરુમાં એક રોડ શોમાં ભાગ લેશે. વ્હાઇટફિલ્ડ અને કે.આર.પુરમ વચ્ચેની નવી મેટ્રો લાઇનનું ઉદઘાટન કરશે. ૧૩ પોઇન્ટ ૭૧ કી.મી. ની આ મેટ્રોલાઇન લગભગ ૪રપ૦ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર કરવામાં આવી છે. મોડી બપોરે પ્રધાનમંત્રી દાવણગેરેમાં વિજય સંકલ્પ યાત્રાના સમાપન સમારંભમાં હાજરી આપશે. ભારતીય જનતા પક્ષના રાજય એકમે ચુંટણી પુર્વેના અભિયાનના ભાગરૂપે રાજયના રર૪ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી આશરે 8000 કી.મી. લાંબી યાત્રાનું આયોજન કર્યુ હતું.
