પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટુકડીના પ્રદર્શનની કરી પ્રશંસા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માં ભારતીય ટુકડીના શાનદાર પ્રદર્શન બદલ પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "દરેક ખેલાડીની મહેનત અને દૃઢ નિશ્ચય સમગ્ર સ્પર્ધા દરમિયાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં કહ્યું, "દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માં તેમના શાનદાર પ્રદર્શન માટે ભારતને અમારા ટુકડી પર ગર્વ છે. દરેક ખેલાડીની મહેનત અને દૃઢ નિશ્ચય સમગ્ર સ્પર્ધા દરમિયાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ."ભારતીય ખેલાડીઓએ દક્ષિણ કોરિયાના ગુમીમાં આયોજિત ખંડીય ઇવેન્ટમાં કુલ 24 મેડલ જીત્યા અને અંતિમ મેડલ ટેલીમાં ચીન પછી બીજા સ્થાને રહ્યા. 27 થી 31 મે દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં 60 થી વધુ ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો.