પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું વિશ્વની સોથી મોટા કદની ભગવદ ગીતાનું અનાવરણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરીને ઈસ્કોન મંદિર સુધી પહોચ્યા હતા અને સામાન્ય નાગરીક સાથે સફર કરીને તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ઈસ્કોન મંદિર ખાતે વિશ્વની સોથી મોટા કદની ભગવદ ગીતાનું અનાવરણ કરીને તેની આરતી કરી હતી. આ ભગવદ ગીતા ગ્રંથ 100નું વજન ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરીને પ્રધાનમંત્રી ઈસ્કોન મંદિર સુધી પહોચ્યા ત્યારે સામાન્ય નાગરીક સાથે સફર કરીને તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. ઈસ્કોન મંદિર પહોંચતા પ્રધાનમંત્રીનું શ્ર્લોકોચ્ચાર સાથએ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક બાબતના મંત્રી મહેશ શર્મા પણ આ પ્રંસગે પ્રધાનમંત્રી સાથે હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી અને ઈસ્કોનપદાધિકારઓએ પણ ગીતા આરાધના મહોત્સવ સંબોધન કર્યું હતું.
