પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સંગઠનાત્મક બેઠકો નવા વિચારો અને નવા અભિગમો પર આધારિત હોય છે. તેનો ઉદ્દેશ્ય પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો અને લોકો સાથેનું જોડાણ વધારવાનો છે.
ભાજપના અધ્યક્ષ નીતિન નવીને પણ નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ભાજપે ‘વંદે માતરમ’ની ઐતિહાસિક વિરાસતના સન્માન અને સંરક્ષણ અંગે એક ઠરાવ પસાર કર્યો હતો.
