Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રજૌરીમાં સૈનિકો સાથે કરી દિવાળીની ઉજવણી

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળી મનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજૌરી પહોંચ્યા છે. પીએમ મોદી આ અગાઉ પણ પાકિસ્તાન નજીક આવેલી પંજાબ સરહદ, સિયાચિન ગ્લેશિયર અને ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાગ લીધો હતો.

    વર્ષ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિયાચિનમાં સૈનિકો વચ્ચે દિવાળી ઉજવી હતી. વર્ષ 2015માં તેઓ પંજાબ બોર્ડર પર દિવાળી ઉજવવા માટે ગયા હતા. તેમની આ યાત્રા ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા યુદ્ધના 50માં વર્ષના પ્રસંગે હતી. વર્ષ 2016માં પ્રધાનમંત્રીએ હિમાલચ પ્રદેશ નજીક ચીન સરહદ પાસે ઈન્ડો-તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. પ્રધાનમંત્રી તરીકે મોદીએ તેમની ચોથી દિવાળી વર્ષ 2017માં જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં સૈનિકો સાથે મનાવી હતી.

    ગયા વર્ષે મોદીએ ચીન સીમા પર જવાનોની મુલાકાત કરી હતી. ગયા વર્ષ પ્રધાનમંત્રી દિવાળી પ્રસંગ પર ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરના દર્શન માટે ગયા હતા. જ્યાં તેઓ ચીન બોર્ડ પાસે હરસિલ ગામના કેન્ટ વિસ્તારમાં ભારતીય સશસ્ત્ર દળ અને આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે જવાનોને કહ્યું હતું કે બર્ફીલા વિસ્તારોમાં તમારી આ ફરજ દેશને મજબૂતી પ્રદાન કરે છે. તમારી આ ફરજને લીધે જ દેશનું ભવિષ્ય અને સવા સો કરોડ લોકોના સપના સુરક્ષિત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply