પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બિડેન સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવી દિલ્હીમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ તરીકેની તેમની ક્ષમતામાં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ બિડેન નવી દિલ્હીમાં જી 20 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રીએ ભારત-અમેરિકા વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ બિડેનના વિઝન અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી, જે સહિયારા લોકશાહી મૂલ્યો, વ્યૂહાત્મક સંપાત અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે. બંને નેતાઓએ જૂન, 2023માં પ્રધાનમંત્રીની અમેરિકાની ઐતિહાસિક સત્તાવાર મુલાકાતનાં ભવિષ્યલક્ષી અને વિસ્તૃત પરિણામોનાં અમલીકરણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી, જેમાં ભારત-અમેરિકા સામેલ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકારમાં સ્થાયી ગતિને આવકારી હતી, જેમાં સંરક્ષણ, વેપાર, રોકાણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંશોધન, નવીનતા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં સંબંધો સામેલ છે. રાષ્ટ્રપતિ બિડેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3 ના ઐતિહાસિક ઉતરાણ પર પ્રધાનમંત્રી અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન આપ્યા હતા અને અવકાશમાં બંને દેશો વચ્ચેના ગાઢ સહકારને પ્રકાશિત કર્યો હતો. બંને નેતાઓએ અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. તેઓ સંમત થયા હતા કે ભારત-અમેરિકાની ભાગીદારી માત્ર બંને દેશોના લોકો માટે જ નહીં પરંતુ વૈશ્વિક ભલાઈ માટે પણ ફાયદાકારક છે.
