પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે અને પોસ્ટ સેવાઓના ડિજીટલાઇઝેશન પર મુક્યો ભાર
Live TV
-
પીએમ મોદીએ પ્રગતિ પ્લેટફોર્મની 26મી બેઠકમાં રેલવે અને પોસ્ટના ફરિયાદ નિવારણ વિભાગના સંચાલનની પદ્ધતિની સમીક્ષા દરમિયાન આ સૂચનો આપ્યા હતા તો સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવ મોટા પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરાઈ હતી..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે અને પોસ્ટ સેવાઓમાં ડિજીટલ લેવડદેવડ વધારવાની જરૂરિયાત વધારવા પર ભાર મૂક્યો છે. આ માટે તેમણે ભીમ એપનો ઉપયોગ વધારવા જણાવ્યું છે. બુધવારે મળેલી પ્રગતિ પ્લેટફોર્મની 26મી બેઠકમાં પીએમ મોદીએ રેલવે અને પોસ્ટના ફરિયાદ નિવારણ વિભાગના સંચાલનની પદ્ધતિની સમીક્ષા દરમિયાન આ સૂચનો આપ્યા. પ્રગતિની બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા નવ મોટા પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરાઈ. જેમાં રેલવે, રોડ, પેટ્રોલિયમ અને ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી પરિયોજનાઓ શામેલ છે. ચાર ધામ મહામાર્ગ વિકાસ પરિયોજના અને વેસ્ટર્ન dedicated ફેક્ટ કોરિડોર પરિયોજનાની પણ આ બેઠકમાં સમીક્ષા કરાઈ હતી.
