પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાશી તેલુગૂ સંગમમને સંબોધિત કર્યું
Live TV
-
વારાણસીમાં કાશી તેલુગૂ સંગમમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાશી તેલુગૂ સંગમમને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે વિવિધતાઓના આ સંગમથી રાષ્ટ્રીયતાનું અમૃત નીકળી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ઉત્સવ ગંગા અને ગોદાવરીના સંગમ જેવો છે. આ ભારતની પ્રાચીન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓના સંગમનો ઉત્સવ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી આવેલ તીર્થયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. માનસરોવર ઘાટ પર સાંજે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
