Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

Live TV

X
  • અમે ગિફ્ટ સીટીને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માંગીએ છીએઃ પ્રધાનમંત્રી

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારની ફ્લેગશીપ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા સેચ્યુરેશનથી જનજન સુધી વધારવાના હેતુથી દેશભરમાં તા. 15 નવેમ્બર, 2023થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરાવી છે.  જે કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી સંવાદ કર્યો. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધતા કલ્યાણકારી યોજના ઉપરાત વિકાસના કામોને લઈ સંબોધન કર્યુ હતુ. ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી તેમજ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. 

    પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પને લઈ જણાવ્યુ હતુ કે, વિકસિત ભારત માટે દરેકનો સહયોગ જરરૂ છે. તેમજ દરેક વ્યક્તિ સુધી સરકારની યોજનાઓ પહોંચે તે પણ સુનિશ્ચિત કરવાનું જરીરી હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તેમણે વિકાસના કાર્યો વિશે વાત કરતા જણાવ્યુ કે, અમે ગિફ્ટ સિટીને વૈશ્વિક કેન્દ્ર બનાવાવા માંગીએ છીએ. વિકસિત ભારત યાત્રાને દેશ સહિત રાજ્યમાં પણ જન સમર્થન મળી રહ્યુ છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ચાલી રહી છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ બનાસકાંઠાના દાંતાથી શરૂ કરાવેલી આ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.

    રાજ્ય ભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળી રહેલા જન સમર્થન ને વધુ વ્યાપક બનાવવા રાજ્યના  વિવિધ સ્થળોએ 9 થી 11 ડિસેમ્બર દરમ્યાન આ યાત્રા  યોજવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply