પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના અગાટી દ્વીપ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કર્યા
Live TV
-
લક્ષદ્વીપના અગાટી ટાપુ ખાતે સરકારી યોજનાઓના લાભાર્થીઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો પૂરી પાડવા ઉપરાંત ટાપુવાસીઓના વિવિધ પ્રશ્નોને પણ સંબોધિત કરી રહી છે. માછીમારોને આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. તેમણે કહ્યું કે એરપોર્ટ નજીક અગાટી ખાતે સ્થાપવામાં આવેલ આઇસ પ્લાન્ટ માછલીની નિકાસને વેગ આપશે અને સીફૂડ પ્રોસેસિંગને ઘણો ફાયદો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ ગરીબોને આવાસ, શૌચાલય, વીજળી, ગેસ અને અન્ય સુવિધાઓ આપવાનો છે. વધુમા કહ્યું હતું કે, આવતીકાલે કાવારત્તીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. તેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીને સારી બનાવવાનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જે ટાપુઓમાં પ્રવાસનને મોટા પાયે લાભ આપશે.
