પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 181 દેશોના પ્રતિનિધિઓની મુલાકાત લઇ તેમને સંબોધન કર્યું
Live TV
-
તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં ભાગ લીધો હતો. તેમણે તમામ પ્રતિનિધિઓને પોતાના દેશમાં જઇને ગંગાતટ પર યોજાયેલા કુંભમેળા વિશે વિસ્તૃત માહિતી આપવા જણાવ્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 181 દેશોના પ્રતિનિધિઓની મુલાકાત લઇ તેમને સંબોધન કર્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલા સમારંભમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. જેમણે તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં ભાગ લીધો હતો. તેમણે તમામ પ્રતિનિધિઓને પોતાના દેશમાં જઇને ગંગાતટ પર યોજાયેલા કુંભમેળા વિશે વિસ્તૃત માહિતી આપવા જણાવ્યું હતું. કુંભ સામાજીક, ધાર્મિક તથા સાંસ્કૃતિક પરંપરાઓનું કેન્દ્ર છે, તેમ જણાવતા આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી ચૂંટણી ભારતમાં યોજાય છે. 800 મિલિયન લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ જરૂરી છે. લોકતંત્રનો કુંભ એટલે ચૂંટણી. આ ચૂંટણી જ્યારે યોજાય ત્યારે વિશ્વના દેશોએ વોટીંગ ટુરિઝમના ભાગરૂપે ભારતમાં આવવું જોઇએ. ડેમોક્રેસીના આ ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વના લોકોને આમંત્રણ આપવા માટે તેમણે ચૂંટણી કમિશનને આગ્રહ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું.
