Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 53મી વખત કરી મન કી બાત

Live TV

X
  • લોકસભા ચૂંટણી પછી મે મહિનામાં ફરી કરીશ મન કી બાત-પ્રધાનમંત્રી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારોને વાચા આપી હતી. પુલવામાના શહીદોને નમન કરીને પ્રધાનમંત્રીએ સંવાદનો આરંભ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સામાજિક અને લોકકલ્યાણ મોરચે પોતાના મનમાં રહેલા વિચારોને વાચા આપી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના મન કી બાત કાર્યક્રમના 53 મા સંસ્કરણમાં દેશવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં આરંભે જ પુલવામાના શહીદોને નમન કરીને આતંકવાદને ખતમ કરવા સૈન્ય દ્વારા લેવામાં આવેલા સંકલ્પની વાત કરી હતી. શહીદોના પરિવારોએ દાખવેલી દરિયાદીલીને પણ નમન કર્યું હતું.ઇન્ડિયા ગેટ નજીક ઊભું થયેલું નેશનલ વોર મેમોરિયલ 25 ફેબ્રુઆરીના રોજ સૈન્યને સુપરત થશે તેવી જાહેરાત કરતાં પ્રધાનમંત્રી આ સ્મારક વિશે માંડીને વાત કરી હતી.પ્રધાનમંત્રી એ ઝારખંડ વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂકેલા બિરસા મુંડા અને જમશેદજી તાતાને અંજલિ પણ આવી હતી. 3 માર્ચે જમશેદજી તાતાજી જયંતિ છે અને એ જ તારીખે વર્ષ 1900 માં અંગ્રેજોએ બિરસા મુંડાની ધરપકડ કરી હતી.પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની 28 ફેબ્રુઆરીએ આવી રહેલી જન્મ જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી વૃધ્ધાવસ્થામાં કટોકટી સામે જંગ લડીને લોકશાહીને બચાવવામાં દિવંગત મોરારજી દેસાઈની રહેલી ભૂમિકાનું સ્મરણ કરાવીને તેમને અંજલિ આપી હતી.પદમ પુરસ્કાર માટેની પસંદગી બદલાયેલા ભારતનું ચિત્ર રજૂ કરે છે એમ કહેતાં પ્રધાનમંત્રીએ એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે, આ વર્ષે 12 ખેડૂતોને પણ પદમ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. પદમ પુરસ્કાર પુરસ્કૃત ગુજરાતના મુક્તાબહેન ડગલી પોતે દિવ્યાંગ હોવા છતાં નેત્રહીન બાળકોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસશીલ હોવાની યાદ પણ અપાવી હતી.દેશના 12 લાખ ગરીબ પરિવારને પ્રધાનમંત્રી જન આરોપ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. તેની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ ગરીબ લોકો સુધી આ યોજનાની જાણકારી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.ધોરણ દશ અને બાર માટે બોર્ડ પરીક્ષામાં વેસનારા વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શુભકામના પાઠવવાનું પણ નહોતા ચૂક્યા. આવનારા મહાશિવરાત્રિ પર્વની પણ યાદ અપાવી હતી.લોકશાહીની સ્વસ્થ પરંપરા જાળવતાં માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમનું આયોજન નહીં થાય. ચૂંટણી પછી મે મહિનામાં મન કી બાત કાર્યક્રમ ફરી નવા વિશ્વાસ સાથે શરૂ થશે તેવા આશીર્વાદની કામના પણ કરી હતી.પ્રધાનમંત્રીએ સર્વેનો આભાર માનતા મન કી બાત કાર્યક્રમના 53 મા સંસ્કરણનું સમાપન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply