Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 71 હજાર યુવાઓને સોંપ્યા નિયુક્તિ પત્ર સોંપ્યા

Live TV

X
  • 16માં રોજગાર મેળામાં નિયુક્તિપત્ર માટે રીમોટ દ્વારા રાષ્ટ્રીય અભિયાનનું ઉદધાટન કર્યું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 71 હજાર યુવાઓને સોંપ્યા નિયુક્તિ પત્ર સોંપ્યા છે. દેશમાં 10 લાખ રોજગારી પુરી પાડવાનું સરકારનું આયોજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સથી 16માં રોજગાર મેળામાં નિયુક્તિપત્ર માટે રીમોટ દ્વારા રાષ્ટ્રીય અભિયાનનું ઉદધાટન કર્યું હતું. આ રોજગારમેળામાં ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહિને આસામમાં રોજગારમેળો યોજાઇ રહ્યો છે. ભાજપ સરકાર અને ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારના રોજગારમેળા યુવાનો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી, અને નિષ્પક્ષ બનાવવા માટે પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે, અગાઉની ભરતી પ્રક્રિયામાં સવાથી દોઢ વર્ષનો સમય લાગતો હતો. જ્યારે આજે આ પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજની ભરતી પદ્ધતિમાં ભ્રષ્ટાચાર કે ભાઇ-ભત્રીજા વાદની સંભાવના ખતમ થઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply