પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર કરી પોસ્ટ
Live TV
-
14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર રમત રમી હતી
વૈભવ સૂર્યવંશી 30 મેના રોજ પટના એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો.વૈભવે PM મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર રમત રમી હતી.વૈભવે એક મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારતાં તે રાતોરાત સ્ટાર બની ગયો હતો.આ સાથે જ વૈભવ IPLમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડીઓની યાદીમાં પણ સામેલ થયો હતો.PM નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ કર્યો હતો.નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર લખ્યું, પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ.તેની ક્રિકેટ સ્કિલની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે.તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.