પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આજે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની આજે અધ્યક્ષતા કરશે. ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની સાથે આ બેઠકનો વિષય છે."વિકસિત ભારત @ 2047". આ બેઠકમાં વિકસિત ભારતના દ્રષ્ટિ પત્રો પર પણ ચર્ચા થશે. આ બેઠકનો ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સહભાગી શાસન અને સહયોગને વધારવાનો છે. સરકારી યુક્તિઓના વિતરણ તંત્રને સુદ્રઢ બનાવવાની સાથે ગ્રામીણ અને શહેરી બંને નાગરિકોના જીવનની ગુણવત્તાને વધુ સારી બનાવવાનો છે. આ બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યની ભૂમિકાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
