પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું સ્ટાર્ટઅપ અર્થતંત્ર : અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ અર્થવ્યવસ્થા બની ગયું છે. અમિત શાહ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના 119માં વાર્ષિક સંમેલનને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરી રહ્યાં હતા. આ વાર્ષિક સત્રની મુખ્ય થીમ 'વિકસિત ભારત @ 2047: પ્રગતિના શિખર તરફ આગળ વધવું' છે.
અમિત શાહે કહ્યું કે, 14 વર્ષ પહેલા પત્રકારો લખતા હતા કે દેશમાં પોલિસી પેરાલિસિસ છે. પ્રધાનમંત્રી મોદીએ આ પોલિસી પેરાલિસિસને ખતમ કરવાનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે દરેક ક્ષેત્રમાં નવી નીતિઓ લાગુ કરવામાં આવી છે. વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ ભારતમાં છે. શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે, મોદી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી લાગ્યો.
અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તેમણે એવા સમયે ટાટા જૂથનું નેતૃત્વ સંભાળ્યું હતું જ્યારે જૂથ માટે પરિવર્તન મહત્વપૂર્ણ હતું. તેમણે ટાટા ગ્રૂપની કામ કરવાની રીત અને ઘણા બિઝનેસમાં ફેરફાર કર્યો. રતન ટાટાનો વારસો ઉદ્યોગમાં લોકોને માર્ગદર્શન આપશે.