Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 સમિટનું ઉદ્ઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે છે. તેઓ ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 નું ઉદ્દઘાટન કર્યું હતું. એડવાન્ટેજ આસામ 2.0 અત્યારસુધીમાં 7,000થી વધુ ઉદ્યોગોએ નોંધણી કરાવી છે. જેમાં ફિલીપીન્સ અને ઓસ્ટ્રિયા સહિત 14 દેશોના પ્રતિનિધિઓ પણ હાજર છે. દેશના ઉદ્યોગપતિઓએ પણ સમારોહને સંબોધિત કર્યો હતો. 

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને અભિનંદન આપતાં, તેમણે ભારતના વિકાસમાં પૂર્વોત્તરના વિકાસ પર પણ ભાર મૂક્યો. સંમેલનને સંબોધતા, પીએમ મોદીએ ભાજપના ડબલ એન્જિન સરકાર હેઠળ ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ, મજબૂત આર્થિક નીતિઓ અને આસામના ઝડપી વિકાસ વિશે વાત કરી.

    ભાજપ સરકાર હેઠળ રાજ્યના આર્થિક વિકાસ તરફ ઈશારો કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં રામનું અર્થતંત્ર બમણું થયું છે. તેમણે કહ્યું, “આસામનું યોગદાન વધી રહ્યું છે. એડવાન્ટેજ આસામની પ્રથમ આવૃત્તિ 2018 માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે, આસામનું અર્થતંત્ર લગભગ 2.75 લાખ કરોડ રૂપિયાનું હતું, જે હવે 6 લાખ કરોડ રૂપિયાનું છે. આનો અર્થ એ થયો કે ભાજપ સરકારના શાસનમાં છ વર્ષમાં આસામની અર્થવ્યવસ્થા બમણી થઈ ગઈ છે. આ ડબલ એન્જિન સરકારની બેવડી અસર દર્શાવે છે.

    પીએમ મોદીએ કહ્યું, "આસામે 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થાને 150 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે અને મને વિશ્વાસ છે કે આસામ ચોક્કસપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે." તેમણે કહ્યું કે આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ફરી એકવાર આપણો પૂર્વોત્તર તેની ક્ષમતા દર્શાવવા જઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply