Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર, એક જ દિવસમાં 3 સભા અને રોડ-શો કર્યા

Live TV

X
  • લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો પાર વિજય મેળવે  તે માટે પ્રધાનમંત્રી મોદી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. પ્રધાનમંત્રી તે હેતુસર એક જ દિવસમાં 2 થી 3 સભાઓ અને રોડ-શો પણ કરી રહ્યા છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની પ્રથમ રેલી ઉત્તરપ્રદેશના પીલીભીતમાં યોજાઈ હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ ચેન્નાઈ ખાતે રોડ શો યોજયો હતો. 

    પ્રધાનમંત્રીએ પીલીભીતમાં જનસભાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, બીજેપી સંપૂર્ણ રીતે જનતાની સેવા માટે સમર્પિત છે.  તેમણે આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસ અને સપા તુષ્ટિકરણનું રાજકારણ રમી રહ્યા છે. ત્યારબાદ મધ્યપ્રદેશાના બાલાઘાટ રેલીને પણ તેમણે સંબોધન કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2024ની ચૂંટણી તે વિકસિત ભારતના સંકલ્પને ઉર્જા પુરી પાડવા માટેની ચૂંટણી છે. વિવિધ વિકાસ યોજનાથી મધ્યપ્રદેશના થઇ રહેલા કાયાકલ્પ વિષે પ્રધાનમંત્રી મોદીએ માંડીને વાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply