Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રૂપિયા 13 હજાર 430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓ ઉદ્યોગ, વીજળી પ્રસારણ, માર્ગ, રેલવે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી મોદી કુર્નૂલમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આ યોજનાઓનો ઔપચારિક શુભારંભ કરશે અને એક જનસભાને સંબોધશે. આ પ્રસંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રીને 'સુપર જીએસટી–સુપર સેવિંગ' થીમવાળા રાજ્ય સરકારના જીએસટી સુધારણા જાગૃતિ અભિયાનમાં સંબોધન કરવા માટે આમંત્રિત કર્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં રૂપિયા 13 હજાર 430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓ ઉદ્યોગ, વીજળી પ્રસારણ, માર્ગ, રેલવે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ તથા કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી મોદી કુર્નૂલમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આ યોજનાઓનો ઔપચારિક શુભારંભ કરશે અને એક જનસભાને સંબોધશે. આ પ્રસંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રીને 'સુપર જીએસટી–સુપર સેવિંગ' થીમવાળા રાજ્ય સરકારના જીએસટી સુધારણા જાગૃતિ અભિયાનમાં સંબોધન કરવા માટે આમંત્રિત કર્યા છે. કાર્યક્રમ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભ્રમરાંબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમ, શ્રીશૈલમ (નંદ્યાલ જિલ્લો)માં પૂજા-અર્ચના કરશે અને પછી શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ કુર્નૂલ જશે, જ્યાં તેઓ રૂપિયા 2,880 કરોડથી વધુના ખર્ચે બનનાર યોજનાઓનો શિલાન્યાસ કરશે:

    પાવર ટ્રાન્સમિશન: કુર્નૂલ-III પૂલિંગ સ્ટેશન પર ટ્રાન્સમિશન સિસ્ટમ મજબૂતીકરણ યોજનાનો શિલાન્યાસ. આ યોજનામાં 765 kV ડબલ-સર્કિટ ટ્રાન્સમિશન લાઇન અને 6,000 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરવાની યોજના છે, જે નવીનીકરણીય ઊર્જાના મોટા પાયે પ્રસારણને પ્રોત્સાહન આપશે.

    ઔદ્યોગિક વિકાસ: કુર્નૂલમાં ઓરવકલ ઔદ્યોગિક ક્ષેત્ર અને કડપામાં કોપપર્થી ઔદ્યોગિક ક્ષેત્રનો શિલાન્યાસ. NICDIT અને APIIC દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવનારા આ બંને બહુ-ક્ષેત્રીય ઔદ્યોગિક હબ પર ₹ 4,920 કરોડથી વધુનું રોકાણ થશે અને એક લાખ રોજગારનું સર્જન થવાની અપેક્ષા છે.

    માર્ગ પરિવહન: રૂપિયા 960 કરોડના ખર્ચે બનનાર છ-લેનવાળા સબ્બાવરમ-શીલનગર ગ્રીનફિલ્ડ હાઇવેનો શિલાન્યાસ, જે વિશાખાપટ્ટનમમાં ટ્રાફિક જામ ઘટાડશે. તો રૂપિયા 1,140 કરોડની છ માર્ગ યોજનાઓનું ઉદ્ઘાટન, જે રાજ્યમાં કનેક્ટિવિટી અને સુરક્ષામાં સુધારો કરશે.

    રેલવે: ₹ 1,200 કરોડથી વધુની અનેક રેલવે યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ. આમાં કોટ્ટાવલસા–વિજયનગરમ ચોથી રેલવે લાઇન, પેન્દુર્તિ–સિંહાચલમ નોર્થ વચ્ચે રેલ ફ્લાયઓવર, કોટ્ટાવલસા–બોડ્ડાવારા સેક્શન અને શિમિલિગુડા–ગોરાપુર સેક્શનનું ડબલિંગ શામેલ છે.

    ઊર્જા ક્ષેત્ર: રૂપિયા 1,730 કરોડના ખર્ચે બનેલી GAIL ની શ્રીકાકુલમ–અંગુલ કુદરતી ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરાશે. સાથે ચિત્તૂરમાં ઇન્ડિયન ઓઇલના ₹ 200 કરોડના ખર્ચે બનેલા 60 TMTPA એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન, જે સાત જિલ્લાના 7.2 લાખ ગ્રાહકોને ગેસનો પુરવઠો પૂરો પાડશે.

    સંરક્ષણ ઉત્પાદન: કૃષ્ણા જિલ્લાના નિમ્મલૂરમાં રૂપિયા 360 કરોડના ખર્ચે બનેલી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની એડવાન્સ્ડ નાઇટ વિઝન પ્રોડક્ટ્સ ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરાશે. આ સુવિધા ભારતીય સશસ્ત્ર દળો માટે અત્યાધુનિક ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ તૈયાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply