Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સિક્કિમની બે દિવસની મુલાકાતે પહોંચ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સિક્કિમની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. અને સિક્કિમના ગંગટોકમાં બિરલુ ગેટથી  ભવ્ય રોડ શોમાં ભાગ લીધો હતો. તેમની સાથે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ ગોલે અને રાજ્ય ભાજપ પ્રમુખ ડી.આર. થાપા પણ હતા. પરંપરાગત પોશાક પહેરેલા હજારો લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા. પ્રધાનમંત્રીએ હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  પીએમ મોદી  આવતીકાલે સિક્કિમની સ્થાપનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે પાલજોર સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહમાં હાજરી આપશે, જ્યાં તેઓ રાજ્યમાં 4 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેમજ  સિક્કિમ સરકાર "એકતાના એક હજાર પગલાં" થીમ પર એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે, જેમાં આશરે 1 હજાર 500 કલાકારો ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી પાલજોર સ્ટેડિયમ ખાતે સભાને પણ સંબોધિત કરશે. પીએમની આ મુલાકાત સિક્કિમની સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply