Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તર પ્રદેશમાં કરશે વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે, તેઓ બિહારના કરકટમાં 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે જ્યાં તેઓ બપોરે 2:45 વાગ્યે કાનપુરનગર ખાતે લગભગ 20,900 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. અને તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.
    કરકટમાં વીજળીના માળખાને વેગ આપતા, પ્રધાનમંત્રી 29,930 કરોડ રૂપિયાથી વધુના ઔરંગાબાદ જિલ્લામાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ-II (3 x 800 મેગાવોટ) માટે શિલાન્યાસ કરશે, જેનો ઉદ્દેશ્ય બિહાર અને પૂર્વ ભારત માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો રહેશે. તે ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશમાં સસ્તી વીજળી પૂરી પાડશે.

    રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં NH-119Aના પટના-અરાહ-સાસારામ સેક્શનનો ફોર-લેનિંગ અને વારાણસી-રાંચી-કોલકાતા હાઇવે (NH-319B) અને રામનગર-કચ્છી દરગાહ સ્ટ્રેચ (NH-119D) નો સિક્સ-લેનિંગ, અને બક્સર અને ભરૌલી વચ્ચે નવા ગંગા પુલનું નિર્માણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં સીમલેસ હાઇ-સ્પીડ કોરિડોર બનાવશે અને વેપાર અને પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપશે. તેઓ NH-22 ના પટના-ગયા-ડોભી સેક્શનના ફોર લેનિંગ, લગભગ રૂ. 5,520 કરોડના એલિવેટેડ હાઇવેના ફોર લેનિંગ અને NH-27 પર ગોપાલગંજ ટાઉન ખાતે ગ્રેડ સુધારણા, વગેરેનું ઉદ્ઘાટન પણ કરશે.

    દેશભરમાં રેલ માળખાગત સુવિધામાં સુધારો કરવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સોન નગર - મોહમ્મદ ગંજ વચ્ચે રૂ. 1330 કરોડથી વધુની કિંમતની ત્રીજી રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે.

    પ્રધાનમંત્રી પ્રદેશના માળખાગત સુવિધા અને જોડાણને વધારવાના હેતુથી અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ રૂ. 2,120 કરોડથી વધુના કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના ચુન્નીગંજ મેટ્રો સ્ટેશનથી કાનપુર સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તેમાં પાંચ નવા ભૂગર્ભ સ્ટેશનો સાથે 14 આયોજિત સ્ટેશનોનો સમાવેશ થશે. જે શહેરના મુખ્ય સ્થળો અને વાણિજ્યિક કેન્દ્રોને મેટ્રો નેટવર્કમાં સાંકળશે. વધુમાં, તેઓ જી.ટી. રોડને  પહોળા કરવા અને મજબૂતીકરણના કાર્યનું પણ ઉદ્ઘાટન કરશે.

    પ્રદેશમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે, અનેક પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી પ્રદેશની વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવા માટે ગૌતમ બુદ્ધ નગરના યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) ખાતે સેક્ટર 28માં 220 kV સબસ્ટેશનનો શિલાન્યાસ કરશે. તેઓ ગ્રેટર નોઇડામાં ઇકોટેક-8 અને ઇકોટેક-10 ખાતે 320 કરોડ રૂપિયાથી વધુના 132 kV સબસ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે.

    પ્રધાનમંત્રી કાનપુરમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના 660 મેગાવોટના પંકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જે ઉત્તર પ્રદેશની ઉર્જા ક્ષમતામાં વધારો કરશે. તેઓ 9,330 કરોડ રૂપિયાથી વધુના ઘાટમપુર થર્મલ પાવર પ્રોજેક્ટના ત્રણ 660 મેગાવોટ યુનિટનું ઉદ્ઘાટન પણ કરશે. જે વીજળી પુરવઠાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.

    પ્રધાનમંત્રી કાનપુરમાં કલ્યાણપુર પંકી મંદિર ખાતે પંકી પાવર હાઉસ રેલ્વે ક્રોસિંગ પર રેલ ઓવર બ્રિજ અને પંકી રોડ પર પંકી ધામ ક્રોસિંગનું ઉદ્ઘાટન પણ કરશે. તે કોલસા અને તેલ પરિવહનને સરળ બનાવીને પંકી થર્મલ પાવર એક્સટેન્શન પ્રોજેક્ટના લોજિસ્ટિક્સને ટેકો આપશે અને સ્થાનિક વસ્તી માટે ટ્રાફિક ભીડ પણ ઘટાડશે.

    પ્રધાનમંત્રી કાનપુરમાં બિંગવાન ખાતે 290 કરોડ રૂપિયાથી વધુના 40 MLD (મિલિયન લિટર પ્રતિ દિવસ) તૃતીય શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તે ટ્રીટેડ ગટરના પાણીનો ફરીથી ઉપયોગ કરી શકશે, પ્રદેશમાં પાણી સંરક્ષણ અને ટકાઉ સંસાધન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપશે.

    પ્રદેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી કાનપુર નગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે ગૌરિયા પાલી માર્ગને પહોળો અને મજબૂત બનાવવાનો શિલાન્યાસ કરશે અને કાનપુર નગર જિલ્લામાં ડિફેન્સ કોરિડોર હેઠળ પ્રયાગરાજ હાઇવે પર નરવાલ મોડ (AH-1) ને કાનપુર ડિફેન્સ નોડ (4 લેન) સાથે જોડવા માટે રસ્તાને પહોળો અને મજબૂત બનાવવાનો શિલાન્યાસ કરશે, જે ડિફેન્સ કોરિડોર માટે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે, લોજિસ્ટિક્સ અને સુલભતામાં વધારો કરશે.

    પ્રધાનમંત્રી પીએમ આયુષ્માન વય વંદના યોજના, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને ચેકનું વિતરણ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply