પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધિત કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ મહાકુંભની સફળતા પર ખુશી વ્યક્ત કરતા પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરી છે. તેમના એક્સ હેન્ડલ પાર લખવામાં આવ્યું હતું કે "આવતીકાલે સવારે 10:30 વાગ્યે હું સ્ટાર્ટઅપ મહાકુંભમાં બોલીશ, એક પ્લેટફોર્મ જે સ્ટાર્ટઅપ વિશ્વના હિસ્સેદારો, નવીનતાઓ અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે"
નોંધનીય છે કે, આ વિશાળ સંગમમાં 2000 થી વધુ સ્ટાર્ટઅપ્સ, 1000 રોકાણકારો, 100 થી વધુ યુનિકોર્ન અને 300 થી વધુ ઇન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સની હાજરી નોંધવામાં આવી છે.
તમામ રાજ્યોમાંથી 3,000 થી વધુ પ્રતિનિધિઓ, 3000 સંભવિત ઉદ્યોગસાહસિકો અને 50,000 બિઝનેસ મુલાકાતીઓ સામેલ છે. સ્ટાર્ટઅપ મહાકુંભ અત્યાધુનિક ટેક્નોલોજી, કૃષિ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, મેડિકલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ગેમિંગ વગેરે જેવા ઉભરતા ક્ષેત્રોને વધુ વિકસિત કરવાનો છે. તેમાં 10 થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યા છે.
સ્ટાર્ટઅપ મહાકુંભ 18મી માર્ચે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયો હતો. તેની થીમ છે – 'ઈન્ડિયા ઈનોવેટ્સ'. સ્ટાર્ટઅપ મહાકુંભ એ ભારતની સૌથી મોટી અને તેના પ્રકારની પ્રથમ સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે.