પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં જોઈન્ટ કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસની મુલાકાતે ભોપાલ જશે. પ્રધાનમંત્રી ભોપાલમાં ચાલી રહેલી ત્રણેય સેનાઓની જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સને સંબોધિત કરશે. તેઓ કુશાભાઉ ઠાકરે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સંમેલનને પણ સંબોધિત કરશે. કોન્ફરન્સની થીમ છે- 'તૈયાર, પુનરુત્થાન, સંબંધિત'. આ કોન્ફરન્સમાં ત્રણેય સેનાના કમાન્ડર અને રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી દેશની પહેલા પીપીપી મોડ પર બનેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન એટલે કે ભોપાલના રાની કમલાપતી રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશની પહેલી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ ટ્રેન મધ્યપ્રદેશથી દિલ્હી વચ્ચે દોડશે.
