પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વહેંચશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 132મો એપિસોડ હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનએર મોબાઈલ એપ પર કરવામાં આવશે.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણના તરત જ બાદ આકાશવાણી તરફથી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
