Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ અને વિકાસ સહયોગ ભાગીદારીને વધારવા માટે વધુ તકો પર ચર્ચા કરશે.

    તેમની મુલાકાતના બીજા તબક્કામાં પીએમ મોદી 3-4 જુલાઈ દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોની સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલો અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે. તેમની મુલાકાતના ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4-5 જુલાઈ દરમિયાન આર્જેન્ટિનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મિલી સાથે દ્વિપક્ષીય વાતચીત કરે તેવી અપેક્ષા છે.

    પ્રધાનમંત્રી 17મી બ્રિક્સ સમિટ 2025માં હાજરી આપવા માટે 5થી 8 જુલાઈ દરમિયાન બ્રાઝિલની મુલાકાત લેશે. 17મી બ્રિક્સ નેતાઓની સમિટ રિયો ડી જાનેરોમાં યોજાશે. સમિટ દરમિયાન પ્રધાનમંત્રીઓ શાંતિ અને સુરક્ષા, બહુપક્ષીયતાને મજબૂત બનાવવા, કૃત્રિમ બુદ્ધિમત્તાનો જવાબદાર ઉપયોગ, આબોહવા કાર્યવાહી, વૈશ્વિક સ્વાસ્થ્ય, આર્થિક અને નાણાકીય બાબતો સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

    તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં, પ્રધાનમંત્રી 9મી જુલાઈએ નામિબિયાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની નામિબિયાની આ પહેલી મુલાકાત હશે. આ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નંદી-નદૈત્વ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નામિબિયાની સંસદને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply