પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન, પપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
Live TV
-
24મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જાપાન, પપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. તેઓ G7 દેશોની પરિષદમાં હાજરી આપવા માટે જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર આવતીકાલથી 21મી મે દરમિયાન હિરોશિમાની મુલાકાતે જશે. આ પરિષદ દરમિયાન, પ્રધાનમંત્રી G7 દેશો સાથે શાંતિ, સ્થિરતા અને પૃથ્વીની જાળવણી, ખોરાક, ખાતર અને ઊર્જા સુરક્ષા જેવા વિષયો પર વાત કરશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રી 22મીએ પપુઆ ન્યુ ગિની રવાના થશે અને પોર્ટ મોરેસ્બી ખાતે પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે હિન્દ-પ્રશાંત સહકાર સંગઠનની ત્રીજી પરિષદ યોજશે. તેમાં પેસિફિક સમુદ્ર કાંઠાના 14 ટાપુ દેશોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પપુઆ ન્યુ ગિનીમાં દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં ગવર્નર-જનરલ બોબ ડાડે અને પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથેની બેઠકોનો સમાવેશ થાય છે. કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે. તે જ દિવસે પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયામાં સિડની જશે. તેઓ 24મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
