પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ગીતા આરાધના મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે
Live TV
-
આ સમારોહમાં તેઓ વિશ્વભરના ઇસ્કોન શ્રદ્ધાળુઓ દ્વારા તૈયાર કરાયેલી ભગવદગીતાનું અનાવરણ કરશે. આ અનોખી ભગવદ ગીતાનો આકાર 2.8 મીટર અને વજન 800 કિલોથી વધુ છે. જેમાં ટીકા સહિત ગીતાના મૂળ શ્લોકનો સમાવેશ કરાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઇસ્ટ ઓફ કૈલાસ ખાતેના ઇસ્કોન ગ્લોરી ઓફ ઇન્ડિયા સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાનારા ગીતા આરાધના મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં તેઓ વિશ્વભરના ઇસ્કોન શ્રદ્ધાળુઓ દ્વારા તૈયાર કરાયેલી ભગવદગીતાનું અનાવરણ કરશે. આ અનોખી ભગવદ ગીતાનો આકાર 2.8 મીટર અને વજન 800 કિલોથી વધુ છે. જેમાં ટીકા સહિત ગીતાના મૂળ શ્લોકનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે રાજસ્થાનના પ્રવાસે પણ જશે. તેઓ ચુરૂ ખાતે જાહેર સભાને સંબોધશે. પ્રધાનમંત્રીની તાજેતરની આ બીજી રાજસ્થાનની મુલાકાત છે. આ અગાઉ તેમણે 23મી ફેબ્રુઆરીએ રાજસ્થાનના ટોંકમાં વિશાળ રેલીને સંબોધન કર્યું હતું.
