પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના એક લાખ લાભાર્થીઓને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રથમ હપ્તો જાહેર કરશે
Live TV
-
એક લાખ જેટલા લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરાશે.આ પ્રસંગે PM -JNMNના લાભાર્થીઓ સાથે પણ પ્રધાનમંત્રી વાતચીત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી સોમવારના દિવસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણના એક લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જાહેર કરશે.
આ પ્રસંગે PM -JNMNના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. દરેક વ્યક્તિને સશક્ત બનાવવાના અંત્યોદયના વિઝનને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી મોદીએ PM-JANMAN ગયા વર્ષે નવેમ્બરમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (PVTGs) ના સામાજિક-આર્થિક કલ્યાણ માટે શરૂ કરવામાં આવી હતી.
PM-જનમન, લગભગ 24,000 કરોડ રૂપિયાના બજેટ સાથે નવ મંત્રાલયો દ્વારા 11 જટિલ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય PVTG પરિવારો અને રહેઠાણોને સલામત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વીજળી, માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને ટકાઉ આજીવિકાની તકો સહિતની મૂળભૂત સુવિધાઓથી સંતૃપ્ત કરીને PVTGની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે.
