પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળ પુરસ્કાર મેળવનારા બહાદુર બાળકો સાથે વાતચીત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024થી સન્માનિત 19 બાળકો સાથે મુલાકાત કરી આ બહાદુર બાળકો સાથે સંવાદ કરશે.. પુરસ્કાર વિજેતા બાળકો 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેશે. તો ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યાં હતા.
દેશના તમામ પ્રદેશોમાંથી પસંદ કરાયેલા 19 અસાધારણ પ્રતિભાશાળી બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, સમાજ સેવા અને રમતગમતમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પુરસ્કાર જીતનાર 9 છોકરાઓ અને 10 છોકરીઓ દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છે. જેમાં વડોદરાની મનોદિવ્યાંગ ક્રિએટિવ ગર્લ હેત્વી ખીમસુરિયાને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સાંજે નવી દિલ્હીમાં 19 અસાધારણ પ્રતિભાશાળી બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 થી સન્માનિત કર્યા. એવોર્ડ વિજેતા બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ માટે દેશના તમામ પ્રદેશોમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. એવોર્ડ વિજેતાઓમાં બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ સહિત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નવ છોકરાઓ અને દસ છોકરીઓનો સમાવેશ થાય છે. આ એવોર્ડ 5 થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવે છે.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સમારોહ અદ્ભુત ક્ષમતા અને પ્રતિભા ધરાવતા યુવાનોને પ્રોત્સાહિત કરવાની તક છે. તેમણે કહ્યું કે યુવા પેઢીને સાચી દિશા બતાવવી એ આપણી ફરજ છે જેથી તેઓ તેમની પ્રતિભા અને ઉર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે મોટી સંખ્યામાં યુવાનોના રૂપમાં અમૂલ્ય માનવ સંસાધન છે અને તેઓ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.શારીરિક પ્રવૃત્તિઓના અભાવે આજે બાળકો અને યુવાનોમાં રોગો વધી રહ્યા છે. યુવાનોને ઓછામાં ઓછી એક રમત શીખવા અને તેમાં ભાગ લેવા વિનંતી કરી. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મુંજપરા મહેન્દ્ર પણ ઉપસ્થિત રહ્યા હતા.
