પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાન પ્રવાસથી પરત ફર્યા
Live TV
-
પ્રધાનમંત્રીએ આજે થિમ્પુના ગ્યાલ્ત્સુએન જેટ્સન પેમાં માતૃ તેમજ શિશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂતાન પ્રવાસના આજે બીજા અને અંતિમ દિવસ બાદ પરત ફર્યા છે. પ્રધાનમંત્રીએ આજે થિમ્પુના ગ્યાલ્ત્સુએન જેટ્સન પેમાં માતૃ તેમજ શિશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. મહત્વનું છે કે, ગ્યાલ્ત્સુએન ભૂતાનમાં રાણીને કહેવામાં આવે છે, જ્યારે જેટ્સન પેમા ત્યાંના હાલના રાણી છે. ભારત સરકારની સહાયથી આ અતિ આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમજ ગઈકાલે ભૂતાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હું 140 કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકારું છું. પ્રધાનમંત્રીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ બંને દેશો વચ્ચે રેલ લિંક સ્થાપિત કરવા, અંતરિક્ષ, પેટ્રોલિયમ પદાર્થોના પુરવઠા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ સહિત 7 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.